ગુજરાત પંચાયત સેવા ભરતી : ગુજરાતમાં સરકારી નોકરીની તક, અહીં જાણો તમારા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી?

ગુજરાત પંચાયત સેવા ભરતી : ગુજરાતમાં સરકારી નોકરીની તક, અહીં જાણો તમારા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી?


GPSSB recruitment 2025, Gujarat Panchayat Seva Recruitment,:ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત ટ્રેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત પંચાયત સેવા ભરતી, ટ્રેસર વર્ગ-3 નોકરી -

GPSSB recruitment 2025, Gujarat Panchayat Seva Recruitment, ગુજરાત પંચાયત સેવા ભરતી :ગુજરાતમાં સરકારી નોકરી માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં ટ્રેસરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટની કુલ 245 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

🙏ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત ટ્રેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત પંચાયત સેવા ભરતીની મહત્વની માહિતી

🔛સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)

🔛પોસ્ટ ટ્રેસર

🔛જગ્યા 245

🔛નોકરીનું સ્થળ સમગ્ર ગુજરાત

🔛વય મર્યાદા 33 વર્ષથી વધુ નહીં

🔛અરજી કરવાની છેલ્લી તારીખ 10-6-2025

🔗ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in

ગુજરાત પંચાયત સેવા ભરતી માટે પોસ્ટની વિગતો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં ટ્રેસર વર્ગ-3ની કૂલ 245 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નીચે આપેલા કોષ્ટકમાં જોઈએ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ભરાશે.

જિલ્લો જગ્યા

અમદાવાદ 10

અમરેલી 7

આણંદ 4

અરવલ્લી 9

બનાસકાંઠા 17

ભરૂચ 10

ભાવનગર 13

બોટાદ 1

છોટાઉદેપુર 6

દાહોદ 4

દેવભૂમિ દ્વારકા 4

ડાંગ 7

ગાંધીનગર 6

ગીર સોમનાથ 7

જામનગર 5

જૂનાગઢ 15

કચ્છ 12

ખેડા 3

મહિસાગર 1

મહેસાણા 7

મોરબી 3

નર્મદા 2

નવસારી 4

પંચમહાલ 1

પાટણ 7

પોરબંદર 5

રાજકોટ 15

સાબરકાંઠા 11

સુરત 8

સુરેન્દ્રનગર 15

તાપી 8

વડોદરા 5

વલસાડ 9

કુલ 245

 

8મા પગારપંચની મોટી જાહેરાત: સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશખબરી

ગુજરાત પંચાયત સેવા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

✅સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ ડ્રાફ્ટ્સમેનમાં ઓછામાં ઓછા બે વર્ષનું પ્રમાણપત્ર

✅કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન

✅ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર રહેશે. વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

ગુજરાત પંચાયત ભરતી માટે પગાર ધોરણ

ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત ટ્રેસર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે ₹26000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષ સંતોષકારક કામગીરી કર્યા બાદ સાતમા પગારપંચ મુજબ પે મેટ્રિક લેવલ 2 મુજબર ₹19900-₹63200 ના પગાર ધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણૂંક મળવા પાત્ર રહેશે.

નોટિફિકેશન

Tracer-Advertisement-panchayat-sevaDownload

અરજી કેવી રીતે કરવી?

🔗ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું

🔗અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું

🔗અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે

🔗જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું

🔗અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

અજીમ પ્રેમજી શિષ્યવૃત્તિ 2025: વિદ્યાર્થીઓને દર વર્ષે ₹30,000 મળશે, અરજી પ્રક્રિયા જાણો