આચાર્ય નો ચાર્જ આપવા માટે કઈ બાબતો ધ્યાને લેવામાં આવશે ?
આચાર્ય નો ચાર્જ આપવા માટે કઈ બાબતો ધ્યાને લેવામાં આવશે ?
ગુજરાત રાજ્ય માં આચાર્ય ચાર્જ બાબતે ઘણી બધી મુંજવણ હતી .અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પરિપત્ર હતા . જિલ્લા શિક્ષણ અધિકારી ના પત્ર હતા . વર્ષ 2025 માં એપ્રિલ મહિના માં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યે એક પત્ર કરી આ બાબતે માર્ગદર્શન કર્યું છે . આપણે અહીંયા આ પત્ર ની તમામ બાબતો અહીંયા જોઈશું .
વિભાગ઼ પત્ર 2025
શિક્ષણ વિભાગે કરેલ પત્ર DOWNLOD NOW
વિભાગ પત્ર FAQ
પ્રશ્નઃ 1 પરિપત્ર નો વિષય શું છે ?
- જવાબ : પરિપત્ર નો વિષય છે , પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકે નો ચાર્જ આપવા બાબત
પ્રશ્ન : 2 પરિપત્ર કોને સંબોધિત છે ?
- જવાબ : આ પરિપત્ર નિ નકલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી , જિલ્લા શિક્ષણ સમિતિ તમામ . શાશનાધિકારી શ્રી તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમામ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તમામ
પ્રશ્ન 3: આચાર્ય નો ચાર્જ લેવા /આપવા કઈ બાબતો ધ્યાને લેવાંમાં આવશે ?
- જવાબ :આચાર્ય નો ચાર્જ લેવા અથવા આપવા બાબતે શાળા માં HTAT મુખ્ય શિક્ષક નું મહેકમ છે કે નહિ , સિનિયોરીટી અને શિક્ષક ની સ્વેછાએ જેવી બાબતો ધ્યાન માં લેવામાં આવશે .
પ્રશ્ન 4 : જો શાળા માં મુખ્ય શિક્ષક નું મહેકમ ન હોય તો કોને ચાર્જ સોંપવામાં આવશે ?
- જવાબ :: જો શાળા માં મુખ્ય શિક્ષક નું મંજુર મહેકમ ન હોય તો શાળા ના સિનિયર શિક્ષક ને ચાર્જ સોંપવાંમાં આવશે
પ્રશ્ન 5:: સિનિયર શિક્ષક ચાર્જ લેવા સંમત ન હોય તો શું થઇ શકે ?
- જવાબ :: જો સિનિયર શિક્ષક ચાર્જ લેવા સંમત ન હોય તો શાળાના અન્ય શિક્ષક સ્વેછાએ ચાર્જ લેવા સંમત હોય તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ની મંજૂરી થી ચાર્જ લઇ શકે અને તાલુકાપ્રથમિકશિક્ષણાધિકારી ચાર્જ સોંપી શકે .
પ્રશ્ન 6 :: પગાર કેન્દ્ર શાળા માં આચાર્ય ની જગ્યા ખાલી હોય તો ચાર્જ કોને સોંપાય ?
- જવાબ :: પગાર કેન્દ્ર શાળા માં આચાર્ય ની જગ્યા ખાલી હોય તો તે શાળા ની સૌથી નજીકની પેટા પ્રાથમિક શાળા ના HTAT મુખ્ય શિક્ષક ને ચાર્જ સોંપવો અને જો તે ન સ્વીકારે તો પગાર કેન્દ્ર શાળાના સિનિયર શિક્ષક ને ચાર્જ સોંપવાનો રહેશે .
પ્રશ્ન 7 :: સિનિયર શિક્ષક દિવ્યાંગ હોય અને ચાર્જ લેવા માંગતા ન હોય તો શું કરવું ?
- જવાબ : સિનિયર શિક્ષક દિવ્યાંગ હોય અને ચાર્જ લેવા ન માંગતા હોય તો પછી ના ક્રમે આવતા સિનિયર શિક્ષક ને ચાર્જ સોંપવાનો રહેશે .
પ્રશ્ન 8 :: પરિપત્ર નો અમલ કોણ કરશે ?
- જવાબ :: આ પરિપત્ર નો અમલ કરવાની સૂચના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આપી છે .
જિલ્લા ફેર થી આવેલ શિક્ષકો ની સિનિયોરીટી બાબતે
👉જો શાળામાં જિલ્લા ફેર બદલી થી આવેલ શિક્ષક સિનિયર હોય તો ચાર્જ આપી શકાય .
👉HTAt મુખ્ય શિક્ષક શાળા માં ન હોવા જોઈએ
👉પરિપત્ર માં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે સિનિયોરીટી નક્કી કરતી વખતે શાળા માં દાખલ તારીખ ની પ્રવર્તતા ધ્યાને લેવાની રહેશે .પછી ભલે તે શિક્ષક જિલ્લા ફેર થી આવેલ હોય .
👉 જિલ્લા ફેર બદલી થી આવેલ શિક્ષક આચાર્ય નો ચાર્જ સંભાળવા માંગતા ન હોય તો અન્ય શિક્ષક ચાર્જ લઇ શકશે. અને તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી ની મંજૂરી અવશ્ય લેવાની રહેશે
➡️જે શાળા માં HTAT આચાર્ય હોય ત્યાં કોઈ મૂંઝવણ નથી.
➡️ મુખ્ય શિક્ષક બનવા શાળા ની દાખલ તારીખ મહત્વ ની બની રહે છે.
Tags:
આચાર્ય ચાર્જ બાબત